Posts

એકમ 1: રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ (Some Basic Concepts of Chemistry) હેતુઓ (Objectives): આ એકમના અભ્યાસ પછી તમે: રસાયણવિજ્ઞાનમાં ભારતના યોગદાનને બિરદાવશો. જીવનના જુદા-જુદા કાર્યક્ષેત્રોમાં તેની ભૂમિકા સમજશો. દ્રવ્યની અવસ્થાઓની લાક્ષણિકતાઓ સમજાવી શકશો. તત્ત્વ, મિશ્રણ અને સંયોજનમાં વર્ગીકરણ કરી શકશો. SI એકમો, વૈજ્ઞાનિક સંકેતો અને સાર્થક અંકો નક્કી કરી શકશો. રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકશો. મોલ સંકલ્પના અને આણ્વીયદળની ગણતરી કરી શકશો. પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો નક્કી કરી શકશો. “રસાયણવિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે.” — રોઆલ્ડ હોફમેન (Roald Hoffmann) વ્યાખ્યા (Definition): વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્ય પદાર્થોની બનાવટ, ગુણધર્મો, બંધારણ અને પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે તેને રસાયણવિજ્ઞાન કહે છે. ...